દિલ્હી: તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે પોતાની ટાંગ અડાવી છે. પાકિસ્તાની સંસદના બંને સદનોને સંબોધિત કરતા તેમે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભારત સાથેના તેના સંબંધો ખરાબ થઈ શકે છે. એર્દોગાને કહ્યું કે કાશ્મીરમાં અત્યાચાર થઈ રહ્યાં છે અને તેઓ ચૂપ બેસશે નહીં. તેમણે કહ્યું કે કાશ્મીર જેટલુ પાકિસ્તાન માટે મહત્વનું છે તેટલું જ તુર્કી માટે પણ મહત્વનું છે.  તેમણે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનને બિનશરતી ટેકો આપવાનું વચન પણ આપી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર્દોગાનનું સમગ્ર ભાષણ ઈસ્લામ અને મુસલમાનની આજુબાજુ રહ્યું. મુસ્તફા કમાલ પાશા ઉર્ફે અતાતુર્કની ધર્મનિરપેક્ષ સાંસ્કૃતિક વારસાથી બિલકુલ ઉલટુ એર્દોગાન જાણે દુનિયાભરના મુસલમાનોના રહેનુમા બનવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે કોઈ જમીન પર ખેંચાયેલી સરહદ ઈસ્લામમાં માનનારાઓને અલગ કરી શકે નહીં. 


એર્દોગાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ લપેટામાં લીધા. તેમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં અમેરિકાનો પીસ પ્લાન હકીકતમાં આક્રમણકારી નિયત છે. તેમણે કહ્યું કે જ્યાં પણ મુસલમાનો મરી રહ્યાં છે ત્યાં મુસ્લિમ દેશોએ એકજૂથ થવાની જરૂર છે. 


એટલું જ નહીં આતંકવાદના જનક પાકિસ્તાનને તેમણે તેના સૌથી વધુ પીડિત પણ ગણાવી લીધો. ઈમરાન ખાન અને બાકી સાંસદોની તાળીઓ વચ્ચે એર્દોગાને કહ્યું કે તેઓ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પણ પાકિસ્તાન માટે બિનશરતી સમર્થન કરશે. એર્દોગાને પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર ગણાવીને ઈમરાન ખાનને ખુશ કરી દીધા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube